સરસ્વતી સન્માન સમારોહ: મંડળ દ્વારા દર વર્ષે સમગ્ર રાજકોટ શહેરમાં વસતા લેઉવા પટેલ જ્ઞાતિ નાં ધોરણ ૧ થી ધોરણ ૧૨ સુધીના પરીક્ષા પરિણામોમાં પ્રથમ - દ્રીતીય- તૃતીય સ્થાને ઉતિર્ણ થતાં તેજસ્વી બાળકોને સન્માનીત કરી પ્રોત્સાહિત કરવા ,અન્ય ક્ષેત્રમાં પ્રભાવશાળી કૌશલ્ય દાખવનાર બાળકોનું સન્માન કરવું.
વિવિધ સેવાકીય પ્રવૃતિઓ : રાજકોટ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં માનવીય અભિગમ ધરાવતી સેવાકીય પ્રવૃતિઓ જેવીકે રક્તદાન કેમ્પ,સર્વરોગનિદાન કેમ્પ,નેત્રમણી આરોહણ અને ચશ્મા વિતરણ કેમ્પ, પશુરોગ નિદાન અને શસ્ત્રક્રિયા કેમ્પ વગેરે પ્રવૃતિઓનું આયોજન કરવું.
સાંસ્ક્રુતિક કાર્યક્રમ : મંડળનાં સભ્ય પરિવાર માટે અલગ - અલગ સાંસ્ક્રુતિક કાર્યક્રમોનું આયોજન કરે છે જેમાં નવરાત્રી દરમ્યાન રાસોત્સવ, વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, સમાન્ય જ્ઞાન સ્પર્ધા,સ્લોગન સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, હાસ્ય દરબાર અને ડાયરાઓનું આયોજન કરે છે.
કારકિર્દી માર્ગદર્શન અને આર્થિક સહયોગ: ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ પછીનું કારકિર્દી માર્ગદર્શન સેમિનાર અને કેમ્પનું આયોજન કરવું તેમજ જરૂરિયાતમંદ તેજસ્વી બાળકોને સમાજ માંથી દાતાઓ મેળવી તેમના ઉચ્ચ અભ્યાસમાં આર્થિક સહયોગ કરવો.
વેવિશાળ માહિતી કેન્દ્ર: જ્ઞાતિનાં યુવક-યુવતીઓને યોગ્ય જીવનસાથી શોધવામાં અનુકુળતા રહે તેવા શુભ આશ્રયથી વેવિશાળ માટેની માહિતી એકઠી કરી આપ-લે કરવાની પ્રવૃતિઓ કરવામાં આવે છે.
સાક્ષરતા અભિયાન: સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલ સાક્ષરતા અભિયાનમાં મંડળ દ્વારા દુર-દુર નાં ગ્રામ્ય વિસ્તારમાં જઈને નિરક્ષર લોકોને સાક્ષર બનાવવાનું કાર્ય કરે છે.
સંસ્થાઓ અને શહીદ પરિવારોને આર્થિક સહયોગ: જ્ઞાતિની અનેક સંસ્થાઓ શૈક્ષણીક તેમજ સેવાકાર્ય કરી રહેલ છે તેમને આર્થિક મદદરૂપ થવા મંડળનાં દરેક સભ્યો તેમનું આર્થિક યોગદાન આપે છે તે એકત્રીત કરી વિવિધ સંસ્થાઓને મદદરૂપ થાય છે. શહીદ થયેલા સૈનિકોનાં પરિવારને તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા ચાલી રહેલ વૃદ્ધાશ્રમોમાં પણ મંડળ આર્થિક સહયોગ કરે છે.
પર્યાવણલક્ષી કાર્ય: મંડળ દ્વારા પર્યાવણલક્ષી કાર્યમાં દર વર્ષે વિવિધ સ્થળો પર વૃક્ષારોપણ અને પર્યાવણ બચાવો અભિયાન ચલાવવામાં આવે છે.
રાહતદરે નોટબુક વિતરણ: મંડળ દ્વારા નહીં નફો - નહીં નુકશાન નાં ધોરણે પડતર ભાવે નોટબુક બનાવી તેમનું રાહતદરે વિતરણ કરવામાં આવે છે.
ગરીબ તેજસ્વી વિદ્યાર્થીઓને સહાય: આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને સમાજ માંથી દાન મેળવી લવાજમ ભરવામાં મદદરૂપ થાઈ છે. ધોરણ ૧૨ પછી તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક રીતે સહયોગ કરવામાં આવે છે.