Home
સરદાર પટેલ કર્મચારી મંડળ રાજકોટના ખજાનચી અને આર.ડી.સી. બેંક મવડી રોડ શાખાના મેનેજર શ્રી ભાવેશભાઇ જે. ભૂવા નું તારીખ 12-12-24 નાં રોજ સાંજે હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયેલ છે. મંડળે એક મહેનતું, કર્મનિષ્ઠ અને સરળ કારોબારી સભ્યને ગુમાવ્યા છે, તેમણે નાની ઉંમર માં ખૂબ મહેનત કરી તેમની ઓફિસ અને મંડળમાં ખૂબ નામના મેળવી હતી, આ દુઃખદ ઘટના માની શકાય તેવી નથી પણ હરિ ઇચ્છા બળવાન.. તે હવે આપણી વચ્ચે નથી તેનું બધાને અનહદ દુઃખ છે. પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને તેમના પરિવાર પર વજ્રઘાત સમાન આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરીયે.
December 27, 2024
પ્રિય કારોબારી સભ્યો અને સૌવ મંડળના પરિવાર સભ્યો.
આ વર્ષે પણ વૃક્ષરોપણના કાર્યક્રમ માં ખાસ યોજનાનો લાભ લેવા અપિલ
સરદાર પટેલ કર્મચારી મંડળએ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ પર્યાવરણની રક્ષા માટે ના અભિયાનરૂપી વૃક્ષરોપણનો કાર્યક્રમ રાખવાનુ નક્કી કરે છે, જેમાં આપ સૌનો સાથસહકાર ખુબ જરુરી છે.તમોએ મંડળ ની દરેક પ્રવૃતિઓમાં પૂરો સહકાર આપ્યો છે એ રીત આ વર્ષે પણ પુરો સહયોગ મળી રહેશે એવી અપેક્ષા રાખીએ છિયે.
આ વર્ષ પણ સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ અને રાજકોટ મહાનગરપાલિકાના સહયોગ થી એક વૃક્ષ વાવી તેના ત્રણ વર્ષ ઉછેર માટેના ફકત રૂપિયા ૧૦૦૦ આપી આપના પરિવારના સભ્યોના નામે વૃક્ષ લખાવી શકો છો.તમારા લગ્ન દિવસ, જન્મ દિવસ,માતા પિતાની પૂર્ણિતીથી,બાળકોના જન્મદિવસ વગેરે તિથી નીમીતે આપ આપના જીવન માતે અમૂલ્ય એવા વૃક્ષ વાવી મદદ કરી શકો છો.
આપ સૌવ સભ્યોને વિનંતિ છે કે તમો તમારા સગા- સંબંધી, પડોશી, ઉદ્યોગ પતિ, ધંધાદારી મિત્રો પાસેથી વૃક્ષ રૂપી દાન મેળવી શકો છો.
આ અભિયાનમાં સર્વે સભ્યો સફળ પ્રયત્ન કરશો એવો અમોને પુરો વિશ્વાસ છે.
કુમનભાઈ વરસાણી
પ્રમુખ
જયેશભાઈ દુધાત્રા
મંત્રી
શ્રી સરદાર કર્મચારી પટેલ મંડળ -રાજકોટ
August 15, 2024
આદરણીય, સર્વે કારોબારી સભ્યો અને મંડળના સભ્ય પરિવાર નમસ્કાર જય મા ખોડલ નમ્ર અપીલ પંછી પાની પીને સે ઘટે નહી સરિતા નિર્ ધર્મ કે ધન ન ઘટે સહાય કરે રઘુવીર આપ સૌ જાણો જ છો ખોડલધામ ટ્રસ્ટ તારીખ 21-1-2024 ના રોજ એક વિશાળ સુવિધા યુક્ત અને આધુનિક ટેકનોલોજી સાથે કેન્સર હોસ્પિટલ ના નિર્માણ નું ભૂમિ પૂજન કરવાં જઈ રહ્યું છે. આ આરોગ્ય મંદિર નો પ્રોજેક્ટ પડધરી તાલુકાના નાની અમરેલી ગામે જે રાજકોટ થી લગભગ 15-20 km દૂર આશરે 100 વીઘા જમીનમાં આકાર લઈ રહ્યો છે.
January 18, 2024
પ્રિય કારોબારી સભ્યો અને મંડળ સર્વે સભ્ય પરિવાર,
મંડળ દ્વારા યોજાતા વૃક્ષારોપણ કાર્યક્રમમાં માં ખાસ સ્કીમનો લાભ….
મંડળ દ્રારા દર વર્ષે પર્યાવરણ લક્ષી કામગીરી માં વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરીએ છીએ, આ વર્ષે પણ ખાસ સ્કીમ હેઠળ આપના વડીલો ના નામે, જન્મ દિવસ કે પૂર્ણિયતિથિ નિમિતે તેમના નામ ના વૃક્ષો લખાવી શકો છો.
આ સ્કીમ મર્યાદિત સમય માટે હોય આ માટે ની નોંધણી મંડળ ના મોબાઈલ નંબર +919409003700 ઉપર સાંજે 6 થી 8 વચ્ચે ફોન કરી લખાવી શકો છો, પૈસા પાછળ થી પહોંચાડી શકાઈ તેવી વ્યવસ્થા છે.
એક વૃક્ષ દીઠ ફક્ત રૂપિયા 500 આપી આપ આપના નામનું વૃક્ષ વાવી શકો છો.
તો દરેક સભ્યો ને વિનંતી કે મંડળ ના આ અભિયાન માં ભાગ આપના નામનું વૃક્ષ વાવી પર્યાવરણ ને મદદ રૂપ થવા વિનંતી છે.
કુમનભાઇ વરસાણી
પ્રમુખ
September 1, 2023
સરદાર પટેલ કર્મચારી મંડળ રાજકોટ દ્રારા છેલ્લા 28 વર્ષ થી યોજાતા સમગ્ લેઉવા પટેલ જ્ઞાાતિ ના તેજસ્વી બાળકો માટે નો સરસ્વતી સન્માન સમારોહ આ વર્ષ પણ તા. 17-8-2023 ના રોજ હેમુ ગઢવી હોલ ખાતે સાંજે 7 કલાક ના યોજાનાર છે, જેમાં ધોરણ 1 થી 12 માં રાજકોટ શહેર માં રહેણાંક ધરાવતા અને અભ્યાસ કરતા સમસ્ત લેઉવા પટેલ સમાજના બાળકો ને ધોરણ 1 થી 9 માં 95% થી વધારે અને ધોરણ 10 થી 12 માં 85% થી વધુ માર્ક આવેલ હોય તેમાંથી એક થી ત્રણ નંબર મેળવેલ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે, તો આવા વિદ્યાર્થીઓ એ તેમની માર્કશીટ ની ઝેરોક્ષ નકલ પૂરા નામ સરનામા સાથે તારીખ 7-7-2023 શુક્રવાર સુધી માં મંડળ ની ઓફિસ 312 એ, ધી મિલેનિયમ, ત્રીજા માળે, ટ્વિન ટાવર સામે, 150 ફીટ રીંગ રોડ, રાજકોટ ખાતે સાંજે 6-15 થી 8 સુધીમાં પહોંચતી કરાવાની રહેશે.
June 27, 2023
શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળ રાજકોટ ની 29 મી સાધારણ સભા તા. 25-6-23 ના રોજ સરદાર પટેલ ભવન રાજકોટ ખાતે મળી હતી જેમાં વર્ષ દરમ્યાન થયેલ સેવાકીય પ્રવૃત્તિઓ ની વિગતવાર માહિતી મંત્રી શ્રી શૈલેષભાઇ સોજિત્રા એ આપી હતી, વિગતવાર નાણાંકીય હિસાબ ખજાનચી શ્રી ભાવેશભાઈ ભૂવા એ અને પ્રમુખ શ્રી અમૃતભાઈ ગઢિયા એ તેમના સમય દરમિયાન થયેલ વિવિધ કાર્ય અને પ્રગતિ ની વિગતવાર માહિતી આપી હતી અને જરૂરી સુધારા સૂચવીયા હતા. આ પ્રસંગે મંડળ ના આમંત્રણ ને માન આપીને હાજર રહેલ મંડળ ના શુભચિંતક એવા સર્વોદય એજયુકેશન નેટવર્ક ના ચેરમેન શ્રી ભરતભાઈ ગાજીપરા એ શિક્ષણ અને સમાજ ને બદલાતા સમય સાથે બદલવા અને ક્રાંતિકારી સુધારા કરવાં આહવાન કર્યું હતું ,આ મિટિંગ માં આર.
June 27, 2023