આદરણીય,
સર્વે કારોબારી સભ્યો અને મંડળના સભ્ય પરિવાર
નમસ્કાર જય મા ખોડલ
નમ્ર અપીલ
પંછી પાની પીને સે ઘટે નહી સરિતા નિર્ ધર્મ કે ધન ન ઘટે સહાય કરે રઘુવીર
આપ સૌ જાણો જ છો ખોડલધામ ટ્રસ્ટ તારીખ 21-1-2024 ના રોજ એક વિશાળ સુવિધા યુક્ત અને આધુનિક ટેકનોલોજી સાથે કેન્સર હોસ્પિટલ ના નિર્માણ નું ભૂમિ પૂજન કરવાં જઈ રહ્યું છે. આ આરોગ્ય મંદિર નો પ્રોજેક્ટ પડધરી તાલુકાના નાની અમરેલી ગામે જે રાજકોટ થી લગભગ 15-20 km દૂર આશરે 100 વીઘા જમીનમાં આકાર લઈ રહ્યો છે. જેમાં દરેક જ્ઞાાતિ ના લોકો સસ્તી અને સારી સુવિધા મેળવી શકશે. આ માટે છેલ્લા 25 દિવસથી દરેક મોટા શહેર અને ગામોમાં ખોડલધામ ના ચેરમેનશ્રી આદરણીય નરેશભાઈ પટેલ રૂબરૂ મુલાકાત કરી આ કાર્યક્રમમાં પધારવા આમંત્રણ આપી રહ્યા છે. એક નાનામાં નાનો માણસ આ કાર્ય માં સહભાગી બને તેવી અપીલ કરી રહ્યા છે. જેમાં સમાજ ના લોકો ભૂમિદાન નો સંકલ્પ કરી રહ્યા છે, “પડે શ્રવણ રણ હાંક ચડે ત્યાં રંગ મર્દને” ની પંક્તિને સાર્થક કરવા આપણો સુશિક્ષિત કર્મચારી મંડળના પરિવારો આવા શુભ અને કલ્યાણકારી સેવાના કાર્યમાં પાછળ કેમ રહે ?
આપણે પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે આર્થિક યોગદાન - ભૂમિદાન આપવું જોઈએ અને આપતા પણ રહ્યા છીએ આ માટે નમ્ર અપીલ રૂપે આપ સમક્ષ નિવેદન કરું છું
આધુનિક કેન્સર હોસ્પિટલ ના નિર્માણ માટે ખોડલધામ ટ્રસ્ટે ભૂમિદાન સ્વરૂપે દાન લેવાનું નક્કી કર્યું છે જેમાં એક ચોરસ વાર ભૂમિદાન માટે રૂપિયા 2500 નક્કી કરવામાં આવેલ છે. ઈશ્વર કૃપાથી અને માં ખોડલ ના આશીર્વાદ થી આપણે બધા આર્થિક રીતે સમૃદ્ધ છીએ ત્યારે આપણી જવાબદારી રૂપે યથાશક્તિ પ્રમાણે 1વાર, 5વાર, 10 વાર , 25 વાર, 100 વાર કે જે આપની ઇચ્છા શક્તિ હોય એ પ્રમાણે ભૂમિદાન માટે આપણી કર્મચારી મંડળની ઓફિસ એ પધારી દાન લખાવી શકો છો, આપણા મંડળ ની ઓફિસ રજાના દિવસો સિવાઈ સાંજે 6.15 થી 8 સુધી ખુલી હોય છે જ્યાં મંડળ ના કાર્યાલય મંત્રી જયદીપભાઈ પાસે લખાવી તેની પહોંચ મેળવી શકશો.
જે સભ્યો મંડળ ની ઓફિસ આવી શકે તેમ નથી તેઓએ આપણા મંડળ ના બેંક એકાઉન્ટ માં પણ નેટ બેન્કિંગ થી ટ્રાન્સ્ફર પણ કરી શકશે.
ઓનલાઇન ભૂમિદાન માટે બેંક ની વિગત....
Bank Name:
Rajkot Peoples Co-Opp.Bank Ltd.( select bank - IDBI)
Branch:
Head Office, Rajkot.
A/c Name:
SHRI SARDAR PATEL MANDAL RAJKOT
A/c No:
1402404000567
IFSC Code:
IBKL01642RP
A/c Type:
Saving
ઉપરની બેંક વિગતમાં google pay અથવા ઓનલાઇન ટ્રાન્સફર કરી સ્ક્રીન શોટ નામ સાથે નીચેના નંબર ઉપર મોકલશો અને ઓફિસે થી પહોંચ મેળવી લેશો. સ્ક્રીનશોટ મોકલવા માટે નંબર 8000097291
આવા સેવાયજ્ઞ મહાકાર્યમાં આપ સૌ સહભાગી બનો અને વધુમાં વધુ ભૂમિદાન આપણા મંડળ ના સભ્યો દ્રારા થાય એવી હું અપેક્ષા રાખું છું. તમો તમારા સગા સંબંધીઓ અને મિત્રોને પણ ભૂમિદાન અપાવા નમ્ર નિવેદન કરી શકો છો.
ટીપે ટીપે સરોવર ભરાય કાંકરે કાંકરે પાળ બંધાય કહેવત ને સાચી પાડવા દરેક સભ્યો મહેનત કરશે એવી આશા રાખું છું.
આભાર સહ,
કુમનભાઈ વરસાણી
પ્રમુખ
જયેશભાઈ દુધાત્રા
મંત્રી
મંડળના કાર્યાલય નું સરનામું: 312 A - ધી મિલેનિયમ, 150 ફૂટ રીંગ રોડ , નાના મવા સર્કલ પાસે રાજકોટ
ટેલિફોન:
02812467070
મોબાઈલ:
9409003700