Home
શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળ રાજકોટ ની 29 મી સાધારણ સભા તા. 25-6-23 ના રોજ સરદાર પટેલ ભવન રાજકોટ ખાતે મળી હતી જેમાં વર્ષ દરમ્યાન થયેલ સેવાકીય પ્રવૃત્તિઓ ની વિગતવાર માહિતી મંત્રી શ્રી શૈલેષભાઇ સોજિત્રા એ આપી હતી, વિગતવાર નાણાંકીય હિસાબ ખજાનચી શ્રી ભાવેશભાઈ ભૂવા એ અને પ્રમુખ શ્રી અમૃતભાઈ ગઢિયા એ તેમના સમય દરમિયાન થયેલ વિવિધ કાર્ય અને પ્રગતિ ની વિગતવાર માહિતી આપી હતી અને જરૂરી સુધારા સૂચવીયા હતા. આ પ્રસંગે મંડળ ના આમંત્રણ ને માન આપીને હાજર રહેલ મંડળ ના શુભચિંતક એવા સર્વોદય એજયુકેશન નેટવર્ક ના ચેરમેન શ્રી ભરતભાઈ ગાજીપરા એ શિક્ષણ અને સમાજ ને બદલાતા સમય સાથે બદલવા અને ક્રાંતિકારી સુધારા કરવાં આહવાન કર્યું હતું ,આ મિટિંગ માં આર.ડી.સી.બેન્કના જી.એમ.શ્રી સખીયા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને બહોળી સંખ્યામાં આજીવન સભ્યોએ ભાગ લીધો હતો.
મંડળ ની નવી ટર્મ 2023-25 માટે હોદેદારો અને ટ્રસ્ટીઓની બિનહરીફ વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ખોડલધામ અને સરદારધામ ના ટ્રસ્ટી, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ના ડિરેક્ટર એવા શ્રી કુમનભાઈ વરસાણી ની અને મંત્રી તરીકે સમાજ ની વિવિધ સંસ્થા ઓ સાથે જોડાયેલ એવા શ્રી જયેશભાઈ દુધાત્રા અને ખજાનચી તરીકે રા. ડી. સી. બેંક ના શ્રી ભાવેશભાઇ ભૂવા ની વરણી કરવાં માં આવી હતી. ઉપપ્રમુખ તરીકે શ્રી ઉમેશભાઇ ભેંસાણીયા (રા. ડી. સી. બેંક) આશિષભાઈ વેકરીયા(શિક્ષક અને ખોડલધામ શિક્ષણ પાંખ) , સહમંત્રી તરીકે શ્રી આર. ડી. સોજિત્રા (નિવૃત શિક્ષક) અને સંગઠન મંત્રી તરીકે શ્રી પરેશભાઇ પટોડીયા (ઇન્સ્પેક્ટર, માર્કેટિંગ યાર્ડ રાજકોટ) ની બિનહરીફ વરણી કરવામાં આવી હતી, આ કાર્યક્રમ ને સફર બનાવવા દરેક કારોબારી સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં નું સંચાલન શ્રી આશીષ વેકરીયા અને આભાર વિધિ શ્રી પ્રકાશભાઈ ભાલારા એ કરી હતી.