Shree Sardar Patel Employees Group, Rajkot | શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળ, રાજકોટ

શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળ-રાજકોટ

Shree Sardar Patel Employees Group, Rajkot | શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળ, રાજકોટ

સરસ્વતી સન્માન સમારોહ - 2023

સરદાર પટેલ કર્મચારી મંડળ રાજકોટ દ્રારા છેલ્લા 28 વર્ષ થી યોજાતા સમગ્ લેઉવા પટેલ જ્ઞાાતિ ના તેજસ્વી બાળકો માટે નો સરસ્વતી સન્માન સમારોહ આ વર્ષ પણ તા. 17-8-2023 ના રોજ હેમુ ગઢવી હોલ ખાતે સાંજે 7 કલાક ના યોજાનાર છે, જેમાં ધોરણ 1 થી 12 માં રાજકોટ શહેર માં રહેણાંક ધરાવતા અને અભ્યાસ કરતા સમસ્ત લેઉવા પટેલ સમાજના બાળકો ને ધોરણ 1 થી 9 માં 95% થી વધારે અને ધોરણ 10 થી 12 માં 85% થી વધુ માર્ક આવેલ હોય તેમાંથી એક થી ત્રણ નંબર મેળવેલ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે, તો આવા વિદ્યાર્થીઓ એ તેમની માર્કશીટ ની ઝેરોક્ષ નકલ પૂરા નામ સરનામા સાથે તારીખ 7-7-2023 શુક્રવાર સુધી માં મંડળ ની ઓફિસ 312 એ, ધી મિલેનિયમ, ત્રીજા માળે, ટ્વિન ટાવર સામે, 150 ફીટ રીંગ રોડ, રાજકોટ ખાતે સાંજે 6-15 થી 8 સુધીમાં પહોંચતી કરાવાની રહેશે.

આ સરસ્વતી સન્માન ના કાર્યક્રમ માં લેઉવા પટેલ સમાજ ના દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓ એ હાજર રહી તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા નમ્ર વિનંતી છે

કાર્યક્રમ પૂરો થયે અલ્પાહાર ની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

મંત્રી                          પ્રમુખ
જયેશભાઈ દુધાત્રા         કુમનભાઈ વરસાણી


  • મંડળ ના ટ્રસ્ટ ની નોંધણી ૧૬/૦૨/૧૯૯૪
  • મંડળ ના સભ્ય પરિવાર ની ડિરેક્ટરી
    • પ્રથમ આવૃત્તિ વિમોચન ૨૦/૦૬/૧૯૯૬
    • દ્વિતીય આવૃત્તિ વિમોચન ૦૪/૦૫/૨૦૦૬
  • મંડળ ની website નું લોંચીંગ ૦૫/૧૦/૨૦૧૪
  • મંડળ ની નવી ઓફિસ નું ઉદ્દઘાટન ૨૪/૦૨/૨૦૨૧